ચીઝી રાઈસ સરપ્રાઈસ
ચીઝી રાઈસ સરપ્રાઈસ
સામગ્રી :-
2 વાટકી ચોખા
1 નંગ
ડુંગળી ઝીણી સમારેલી
1 નંગ
મીડીયમ ગાજર છીણેલું
1 કપ પાલખ ના પાન ઝીણા સમારેલા
1 કપ ઝીણી સમારેલી કોથમરી
આદુ લીલાં મરચાં લસણ ની પેસ્ટ
મીઠું સ્વાદ અનુસાર
મીઠું સ્વાદ અનુસાર
નાના સમારેલા ચીઝ ક્યુબ્સ
અથવા છીણેલું ચીઝ
ઘઉં નો લોટ માપ નથી તે ઘટ્ટ ખીરું કરી શકાય તેટલો
રગદોળવા વર્મીસેલી સેવ અથવા બ્રેડક્રમ્બ્સ
તળવા માટે તેલ
સર્વ કરવા માટે: ચટણી અથવા
સોસ
બનાવાની રીત :
સૌ પ્રથમ ચોખાને બાફી લઇ એક બાઉલમાં કાઢો.
તેમાં સમારેલી ડુંગળી, છીણેલું ગાજર, કોથમીર અને પાલખ ના ઝીણા સમારેલા પાન, આદુ લીલાં મરચાં લસણ ની પેસ્ટ અને મીઠું ભેળવી મિકસ કરી ઘટ્ટ લોટ જેવું બનાવો.
તેમાંથી નાના નાના ગોળા વાળો. આ દરેક ગોળામાં વચ્ચે નાના સમારેલા ચીઝ ક્યુબ્સ
અથવા છીણેલું ચીઝ મૂકીને ફરી ગોળો વાળો. તેને એક તરફ રહેવા દો.
હવે લોટમાં સહેજ મીઠું ભેળવી તેનું ઘટ્ટ ખીરું તૈયાર કરો. તે ખીરામાં તૈયાર કરેલા દરેક વડાને બોળી હળવેથી વર્મીસેલી સેવ અથવા બ્રેડક્રમ્બ્સમાં રગદોળી ગરમ તેલમાં તળો આછા સોનેરી રંગના થાય એટલે બહાર કાઢી ગરમાગરમ સોસ અને ચટણી સાથે સર્વ કરો.
તૈયાર છે ચીઝી રાઈસ સરપ્રાઈસ
જાગૃતિ કલ્પેશ ગંગર

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home